અમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ ફૂટવાના મેસેજથી એરપોર્ટ પર અફરાતફરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ્બ મુકાયાનો મેસેજ આવ્યો છે. તેને કારણે એરપોર્ટ પર અફરાતફરી મચી ગયી છે. દિલ્હી એર ઇન્ડિયા ઘ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી છે. કોઈ મોટી દુર્ઘટના ના થાય તેના માટે સાવધાનીના પગલાં રૂપે આખું એરપોર્ટ ખાલી કરવાની દેવામાં આવ્યું છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ્બ મુકાયાનો મેસેજ આવ્યોઃ હોવાને કારણે મુસાફરીને ઘણી હેરાનગતિ થઇ રહી છે. બધી જ ફ્લાઈટો પણ મોડી થઇ ચુકી છે. અહેવાલો અનુસાર, કોલ કરનારની ઓળખ ચિરાગ મહેતા તરીકે કરવામાં આવી છે જેમણે બૉમ્બ ધમકીનો કૉલ કર્યો હતો. જેના પછી સલામતીને મજબૂત કરવામાં આવી હતી.
આ મેસેજમાં બૉમ્બ બપોરે 1.30 વાગ્યે ફૂટશે તેવું જણાવવામાં આવ્યું છે. આ મેસેજ પછી બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. હાલમાં એરપોર્ટ પણ સખત ચેકીંગ કરવામાં આવી રહી છે પરંતુ કોઈ પણ વિસ્ફોટક પ્રદાર્થ અથવા કોઈ પણ શંકાશીલ વસ્તુ મળી નથી.