ભાનુશાળી મર્ડર કેસને લઇને થયો મોટો ખુલાસો, છબીલ પટેલે આપી હતી સોપારી
બીજેપી નેતા જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં બે શાર્પશુટરની સાપુતારાથી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી. જેના સાથે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
CID DG આશિષ ભાટીયાએ કેસ મુદ્દે સમગ્ર ખુલાસો કરતા કહ્યું કે, ઝડપાયેલા શાર્પશૂટરો પાસેથી કેસ મુદ્દે કેટલીએ મહત્વની માહિતી બહાર આવી છે. તેમણે કહ્યું કે, આરોપીઓની કબુલાત અનુસાર, છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી, આ માટે 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, બે શાર્પશૂટર ઝડપાયા છે, જેમાં શશિકાંત સામે વિરુદ્ધ પુનામાં પણ 10થી 12 કેસ છે, આ તમામ કેસ મર્ડર અને મારામારીના છે. જ્યારે અશરફ અનવર શેખ ચોરી જેવા ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના ટોચના નેતા જયંતી ભાનુશાળીની ભુજથી અમદાવાદ આવતાં હતા ત્યારે રાત્રે ચાલુ ટ્રેનમાં તેમની પર ફાયરિગ કરીને હત્યા કરવામા આવી હતી.ચકચાર બનેલા આ કેસમાં પોલીસે અગાઉ નિતીન અને રાહુલ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ રાજકીય પ્રેશરમાં કામ કરી રહેલી પોલીસની જાબાંજ એજન્સીઓએ ભાજપના નેતા છબીલ પટેલ અને મનિષાની ધરપકડ કરી શકી નથી. બે શાર્પશુટર શશિકાન્ત કામ્બલે અને અશરફ શેખની પોલીસે ધરપકડ કરી છે. જો કે પોલીસ આરોપીઓની ધરપકડ કરી તે બાબતને પુષ્ટી આપતી નથી.