World
કેનેડા જનારા લોકોને મોટો ઝટકો, સરકારે આ લોકો માટે વર્ક પરમિટ પર લગાવ્યો પ્રતિબંધ
કેનેડા સરકારે એક વધુ મોટો ઝટકો આપ્યો છે, કારણ કે હવે વિઝિટર વિઝા પર આવેલા લોકોને વર્ક પરમિટ નહીં મળે. આ નવો નિર્ણય 28 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે. આ પહેલાં, વિઝિટર કે ટુરિસ્ટ વિઝા પર આવનારા લોકો કેનેડામાં રહીને વર્ક પરમિટ મેળવી શકતા હતા, પરંતુ હવે આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે.
આ વિશેષ સુવિધા કોવિડ 19 મહામારી દરમિયાન શરૂ કરવામાં આવી હતી, જેથી દેશમાં કામદારોની અછત પૂરી કરી શકાય. તે સમયે, કેનેડા સરકારે વિઝિટર વિઝા પર આવેલા લોકોને વર્ક પરમિટની મંજૂરી આપી હતી, જેનાથી તેમને ત્યાં નોકરી કરવાની તક મળી હતી.
હવે, નવા નિર્ણય હેઠળ, વિઝિટર વિઝા પર આવનારા લોકોએ વર્ક પરમિટ મેળવવા માટે તેમના દેશ પાછા જવું પડશે અને ત્યાંથી અરજી કરવી પડશે. આ પગલાંથી કેનેડામાં કામ કરવા ઇચ્છતા લોકો પર અસર પડશે, જેઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યા હતા.