ગરવી ગુર્જરી ઇન્ટરનેશનલ બાયર સેલર મીટનું 4 દિવસીય સેમિનાર યોજાયો
ગાંધીનગર મહાત્મા મંદિરમાં ગરવી ગુર્જરી ઇન્ટરનેશનલ બાયર સેલર મીટનું 4 દિવસનો સેમિનાર યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના હસ્ત કલાના કારીગરો ને ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. આ સેમિનારમાં વિશ્વના અલગ અલગ દેશમાંથી આવેલા 100 જેટલા બાયર કંપનીના પ્રતિનિધિઓ તથા સમગ્ર ભારતમાંથી આવેલા 200 જેટલા બાયર ખરીદદારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં usa ,ઓસ્ટ્રેલિયા ,uk, ચાઇના,રશિયા,શ્રીલંકા જેવા દેશો ના પ્રતિનિધિ ઓ એ ગુજરાત ના સેલર જોડે સીધી b2b મીટીંગમાં પ્રોત્સાહન દ્વારા પોતાના પોતાની હેન્ડલુમ અને હાથશાળ ના ઉત્પાદન નું પ્રદશન પણ યોજયું હતું.
સમગ્ર કાર્યક્રમના મુખ્ય આતિથી તરીકે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્ય કુટીર ઉધોગ વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. ગરવી ગુજરાત બાયર સેલર મીટમાં 33થી વધારે દેશના પ્રતિનિધિઓ અને અલગ અલગ રાજ્ય ના 200 થી વધારે લોકોએ ભાગ લીધો છે. ગુજરાત રાજ્ય હસ્તકલા વિભાગ દ્વારા હસ્તકલા કારીગરી ને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમ થઈ રહયા છે.
ગામડાના કારીગરને એની હસ્તકલા અને કામગીરીનું યોગ્ય પ્લેટફોર્મ મળે અને એની વસ્તુનો યોગ્ય ભાવ મળે તે મુખ્ય ઉદ્દેશ છે. આવા સેમિનારથી તે લોકોને પ્રોત્સાહન મળશે અને રોજગારી મળી રહેશે. કારીગરીનો વ્યાપ વધતો જશે અને આવનાર ભવિષ્યમાં તે પગભર થતા બીજાને પણ રોજગારી આપી શકશે. રાજ્ય ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ખેડૂતો ચૂકવણી પણ થઈ ચૂકી છે. તેમજ અમારી સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે અને એમના માટે હંમેશા કામ કરે છે