Site icon Time News

ગાંધીનગરની 16 વર્ષની દુષ્કર્મ પીડિત સગીરાને હાઈકોર્ટથી 16 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી, નિષ્ણાત ડોક્ટરોની પેનલ રહેશે; છેલ્લા 3 વર્ષમાં 24 કેસોમાં મંજૂરી મળી

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિત સગીરાએ 16 અઠવાડિયાના ગર્ભપાત માટે અરજી કરી હતી. સગીરા ગર્ભ રાખવા ઇચ્છતી ન હોવાથી કોર્ટે હોસ્પિટલને મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતા. અનુકૂળ રિપોર્ટ મળ્યા બાદ 17 માર્ચે હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી અને સિનિયર ડોક્ટરોની પેનલ બનાવી પ્રક્રિયા હાથ ધરવા કહ્યું.

કોર્ટના આદેશ મુજબ ગર્ભપાત પહેલાં સગીરાને તમામ જોખમોની માહિતી આપવામાં આવશે અને ગર્ભના ડીએનએ સેમ્પલ તપાસ અધિકારીને સોંપવામાં આવશે. જો બાળક જીવિત જન્મે તો માતા અને બાળક બન્નેની સંભાળ રાખવામાં આવશે, તેમજ સગીરા બાળક રાખવા માગતી ન હોય તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી થશે.

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાઇકોર્ટ દ્વારા કુલ 24 દુષ્કર્મ પીડિતાઓને ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે કેટલાક કેસોમાં તબીબી જોખમને કારણે અરજી નામંજૂર પણ કરવામાં આવી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ગુજરાતમાં 18 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવશે : હવામાન વિભાગની આગાહી

Exit mobile version