Site icon Time News

8th Pay Commission: 8મા પગાર પંચમાં એક ફેરફારથી મિનિમમ બેઝિક સેલેરી થશે ₹69,000! ₹51,000 સુધી વધી શકે પગાર!

કેન્દ્રીય કર્મચારીઓ આઠમું પગાર પંચ લાગૂ થવાની આતૂરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યાં છે. તેને લઈને ઘણી બેઠકો યોજાઈ ચુકી છે અને કમીશનને પોતાનો રિપોર્ટ રજૂ કરવામાં આવેલા 18 મહિનામાંથી હવે 6 મહિના બાકી છે. એટલે કે નવું પગાર પંચ લાગૂ થવાનો સમય નજીક આવી રહ્યો છે. પરંતુ તેને લાગૂ કરવાની સત્તાવાર તારીખ હજુ જાહેર થઈ નથી.

આઠમાં પગાર પંચ પાસેથી કરવામાં આવેલી સૌથી મોટી ડિમાન્ડ ફિટમેન્ટ ફેક્ટર હાઈક છે. તેને વધારી 3.83 કરવાની માગ કરવામાં આવી રહી છે. જો સરકાર આ માગ સ્વીકારે તો કર્મચારીઓના બેઝિક પગારમાં મોટો વધારો થશે અને તે એક ઝટકામાં આશરે 51000 રૂપિયા વધી જશે. ફિટમેન્ટ ફેક્ટર તે કમાલ કરશે, જે પગાર વધારામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવો જાણીએ પહેલાથી લઈને સાતમાં પગાર પંચના આ આંકડાને જેણે કર્મચારીઓની બલ્લે-બલ્લે કરાવી હતી.8th Pay Commission ને લઈને પંચ દેશના તમામ શહેરોમાં કર્મચારી યુનિયનો સાથે બેઠક કરી ચૂક્યું છે અને સૂચન લઈ ચૂક્યું છે. સંગઠનો તરફથી વેતન, પેન્શન, ભથ્થામાં સંશોધનની માગ રાખવામાં આવી છે. તેમાંથી એક મુખ્ય માગ ફિટમેન્ટ ફેક્ટરને વધારી 3.83 કરવાની છે, જેની સીધી અસર પગાર વધારાના રૂપમાં જોવા મળશે. હકીકતમાં ફિટમેન્ટ ફેક્ટર તે આંકડો છે, જેનો ઉપયોગ કેન્દ્રીય પગાર પંચ કર્મચારીના પૂર્વ-સંશોધિત મૂળ વેતન (કે પેન્શન) ને નવા, સંશોધિત મૂળ વેતનમાં ફેરફાર માટે કરે છે. તેમાં ફેરફાર બેઝિક પગાર, પેન્શનમાં મોટો ઉતાર-ચઢાવ લાવે છે.

Fitment Factor ની ફોર્મ્યુલા સરળ છે. નવું મૂળ વેતનઃ વર્તમાન મૂળ વેતન x FF’. 7th Pay Commission હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગૂ છે અને તેના કારણે કર્મચારીઓનો મિનિમમ બેઝિક પગાર છઠ્ઠા પગાર પંચના 7000 રૂપિયાથી વધી 18000 રૂપિયા થયો હતો. જો તેને વધારી 3.83 કરવામાં આવે તો તે 18000 રૂપિયાનો બેઝિક-પે (₹18000 x 3.83 = ₹68,940) થઈ જશે, એટલે કે એક ઝટકામાં 51000 રૂપિયાનો વધારો મળશે. પ્રથમ પગાર પંચ લાગૂ થવાથી લઈને સાતમાં પગાર પંચ સુધી ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારાનો ડેટા જુઓ તો….

Exit mobile version