ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી (gfsu) નો 8 મો વાર્ષિક INTERPA કોંફરન્સ નો આજથી પ્રારંભ
ગુજરાત નું ગૌરવ અને ભારત ની પ્રથમ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી (gfsu) નો 8 મો વાર્ષિક INTERPA કોંફરન્સ નો આજે પ્રારંભ થયો છે, જે 3 દિવસ ચાલનાર આ કોંફરન્સ માં વિશ્વના
ખ્યાતનામ સાયબર ક્રાઈમ ના એક્સપર્ટ ભાગ લેશે અને વિશ્વ માં થતા સાયબર ક્રાઈમ ના થતા ગુનાઓને રોકવા માટે શું પગલાં ભરી શકાય અને એમાં પણ પોલીસ અને સાયબર એક્સપર્ટ કઈ રીતે
આવા ક્રાઈમ સુધી પહોંચી શકે એ મુખ્ય ઉદ્દેશ છે આ INTERPA ની સ્થાપના 2 જુલાઈ 2011 ના રોજ ઇસ્ટબુલ માં થઈ હતી જેમાં યુરોપ,એશિયા,આફ્રિકા,અમેરિકાના 56 જેટલા દેશો ના 72 સભ્યો
કાર્યરત છે આ કાર્યક્રમ ના મુખ્ય યજમાન પદે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય ના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ જે એન. સિંગ પણ ઉપસ્થિત રહ્યા હતા.
https://www.youtube.com/watch?v=pGqxJjdeVOs&feature=youtu.be
સમગ્ર કાર્યક્રમ નું ઉદ્ઘાટન કર્યા બાદ રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે ગુજરાત માટે અને ભારત માટે ગૌરવ લેવા જેવા કાર્યક્રમ નું આયોજન થયું છે સાયબર ક્રાઈમ ને રોકવું આજ ની
મુખ્ય ચેલેન્જ છે જેના ભાગરૂપે ગાંધીનગર gfsu માં આ વિશ્વ નો 8 ઇન્ટર પા કોંફરન્સ યોજાઈ રહ્યો છે જેમાં વિશ્વ ના પોલીસ વડા ઓ સામેલ થશે અને આ કોંફરન્સ 3 દિવસ ચાલશે અને પોલીસ
તેમજ સાયબર ક્રાઈમ એક્સપર્ટ ને કેવી રીતે સક્ષમ બનાવી શકાય એની ચર્ચા વિચારણાઓ થશે અને સાયબર ક્રાઈમ થી લોકો ને કેવી રીતે બચાવી એમની સુખાકારી કઈ રીતે વધે એ મુખ્ય ધ્યેય છે