ગેસ કંપની Indaneથી 67 લાખ આધાર ડીટેલ્સ થઇ લીક
આધાર કાર્ડના ડેટાને લઈને સતત સમાચારો મળી રહ્યા છે. આધાર કાર્ડની વિશ્વસનિયતા પર સવાલો ઉઠ્યા હતા.ત્યાં સુધી કે આધાર કાર્ડને ફરજિયાત કર્યુ હતુ તેમાં પણ છુટછાટ આપવામાં આવી હતી. સરકારે જ્યારથી આધાર કાર્ડને ફરજીયાત બનાવ્યુ ત્યારથી જ તેના ડેટા કેટલા સુરક્ષીત છે તે મામલે સવાલો થઈ રહ્યા હતા.
ઓનલાઈન હેન્ડલ પર એક જાગૃત નાગરીકે આધાર મામલે આ પહેલા પણ કેટલીક સાબીતી સાથે માહિતી આપી હતી કે કેવી રીતે ખૂબજ સરળતાથી તમારો ડેટા લીક થઈ રહ્યો છે. ઈલિયટ અલ્ડરસને સોમવારે એક બ્લોગ પોસ્ટ કરી છે જેમાં તેણે માહિતી આપી છે કે 67 લાખ ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યૂટર્સનો આધાર ડેટા લીક થયો છે.
દેશની નામી ઘરેલૂ ગેસ વિતરણ કંપની indaneમાં જમા કરવામાં આવેલ લાખો લોકોના આધાર નંબરની ડિટેલ્સ લીક થઈ ગઈ છે. એક ફેન્ચ રિસર્ચરે પોતાની સ્ટડીમાં આ દાવો કર્યો છે. ઈન્ડીયન ઓયલ કોર્પોરેશનના માલિકી હક ધરાવતી કંપની પર ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યૂટર્સની તરફથી આપવામાં આવેલા આધાર નંબરોને લીક કરવાનો આરોપ કર્યો છે. જો આ વાત સાચી છે ખાનગી માહિતીના ઉલ્લંઘનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
There is no leak of #Aadhaar data through #Indane website pic.twitter.com/sHje42Ba5e
— Indian Oil Corp Ltd (@IndianOilcl) February 19, 2019
એલ્ડરસને લખ્યુ છે કે લોકલ ડીલર્સના પોર્ટલ્સ પર ઓથેન્ટીકેશનની કમીને કારણે ગ્રાહકોના આધાર લીક મામલાને ઉઠાવ્યો છે. તેમણે સોમવારે રાત્રે એક બ્લોગ પોસ્ટના માધ્યમથી 67 લાખ ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યૂટર્સના આધારે ડેટા લીક થયો છે. લોકલ ડીલરના પોર્ટલ્સ પરથી ગ્રાહકોના આધાર નંબર પર રહેલા નામ, સરનામુ અને બીજી જાણકારીઓ લીક કરી રહ્યો છે.
કસ્ટમ બિલ્ટ સ્ક્રિપ્ટના માધ્યમથી એલ્ડરસને 11000 ડીલર્સની પાસેથી રહેલાં 67 લાખ કસ્ટમર્સના આધાર ડેટા મેળવી લીધા જો કે indane પાછળથી આઈઓપી એડ્રસને બ્લોક કરી દીધો હતો ત્યાં સુધીમાં જો કોઈ ઈચ્છે તો ખુબજ સરળતાથી ડેટા લીક થઈ શકે છે.