વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભડકો, ટામેટા-બટાટા, લીંબુ સહિતનામાં 60 થી 70 રૂ. વધ્યા
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રાજ્યમાં સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોની શાકભાજીની આવક ઘટી છે અને છૂટક માર્કેટમાં માંગ વધી છે. અત્યારે સુરત શાકભાજી માર્કેટમાં દરેક શાકભાજીના ભાવમાં 60 થી 70 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અચાનક ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઇ ગયુ છે.
ગુજરાતમાં પડી રહેલા વરસાદથી શાકભાજી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં સુરતમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. વરસાદના કારણે શાકભાજીની આવક ઘટતા શાકભાજીના ભાવમાં ધરખમ 60થી 70 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અત્યારે ટામેટા, બટાટાથી લઇને લીંબુ સહિતના શાકભાજીના ભાવમાં વધારો આવ્યો છે. કહેવાઇ રહ્યુ છે કે, નવા પાકનો ઉતાર થયા બાદ ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. અચાનક શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. સુરત શાકભાજી માર્કેટમાં અત્યારે ટામેટાં અને લીંબુના પ્રતિકીલોના ભાવ 100 રૂપિયા નોંધાયો છે, તુવેર 150 રૂપિયા, પાપડીના ભાવ 180 રૂપિયા સુધી પ્રતિકીલોએ પહોંચ્યો છે. જ્યારે સુકુ લસણ પ્રતિકીલો 240 રૂપિયાએ વેચાઇ રહ્યું છે. સુરત APMCમાં નાસિક અને બેંગ્લોરથી પણ શાકભાજીની આવક આવી રહી છે. જોકે, હવે નવા પાકનો ઉતાર થયા બાદ ભાવમાં ઘટાડો થવાની શકયતા છે.
ટામેટા – ૮૦ રૂપિયા
ટિન્સા – ૬૦ રૂપિયા
લીંબુ – ૮૦ રૂપિયા
કાકડી – ૪૦ રૂપિયા
રિંગણ – ૬૦ રૂપિયા
ફૂલાવર – ૮૦ રૂપિયા
દૂધી – ૫૦ રૂપિયા
તુરિયા – ૬૦ રૂપિયા
ભીંડા – ૬૦ રૂપિયા
વટાણા – ૧૨૦ રૂપિયા
પાપડી – ૮૦ રૂપિયા
પરવર – ૮૦ રૂપિયા
ગિલોડા – ૮૦ રૂપિયા
ગવાર – ૮૦ રૂપિયા
પાપડી – ૧૦૦ રૂપિયા