
અમદાવાદ શહેરમાં આગામી ત્રણ દિવસ માટે આકરી ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગરમીના 45 હોટ સ્પોટ જાહેર કરાયા છે. શહેરના કુલ 6 ઝોન અને 17 વોર્ડમાં 45 વિસ્તારોને ગરમીના ‘હોટ સ્પોટ’ તરીકે ઓળખવામાં આવ્યા છે.
ગરમીની સૌથી વધુ અસર દક્ષિણ ઝોનમાં જોવા મળી છે. દક્ષિણ ઝોનમાં 15 જેટલા સ્થળો હોટસ્પોટ છે. જેમાં વટવા, ઇસનપુર અને બહેરામપુરાના વિવિધ વિસ્તારોનો હોટ સ્પોટમાં સમાવેશ થાય છે. તો પૂર્વ ઝોનના મુખ્ય વિસ્તારોમાં વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, અમરાઈવાડી અને ઓઢવના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધુ રહેવાની શક્યતા છે. ઉત્તર ઝોનની સ્થિતિ: સરદારનગર અને નરોડા વોર્ડના રિલાયન્સ ટેક્સટાઇલ અને લક્ષ્મી સ્કાય સિટી જેવા વિસ્તારોને યાદીમાં સામેલ કરાયા છે. પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા વોર્ડમાં એચ.બી. કાપડિયા હાઈસ્કૂલની આસપાસનો વિસ્તાર હોટ સ્પોટ તરીકે જાહેર કરાયો છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હોટ સ્પોટ વિસ્તારોની લંબાઈ અને પહોળાઈ સાથે ચોક્કસ લેન્ડમાર્ક (મુખ્ય સ્થળો) પણ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદના નાગરિકોને ગરમીથી સુરક્ષિત રહેવા માટે પોતાની સાથે પાણી રાખવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે. વધુ વિગતવાર માહિતી અને પોતાના ઝોનનો હીટ એક્શન પ્લાન ચેક કરવા માટે QR કોડ સ્કેન કરવાની સુવિધા આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ગરમીના વધતા પારા સામે નાગરિકોની સુવિધા અને આરોગ્ય માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યનું સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં રહ્યું છે. સુરેન્દ્રનગર બાદ અમદાવાદ સૌથી ગરમ જિલ્લો રહ્યો. અમદાવાદમાં 43.2 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 41.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી, ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું. તો રાજકોટમાં 42.8 ડિગ્રી જ્યારે વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ સુરતમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
🚨 “નાની” લાગતી પેટની તકલીફ… બની શકે મોટી બીમારી! – https://www.instagram.com/reel/DYFQCmRIR5n/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: PM મોદીએ જેમને ગળે લગાવી અને ચરણ સ્પર્શ કર્યા તે વૃદ્ધ વ્યક્તિ કોણ છે?
