લોકસભા ચૂંટણી પહેલા યુવાઓને 4000 બેરોજગારીનું ભથ્થુ, યુવતીઓને 38 હજારનું સોનુ
ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ મતદારોને ધ્યાનમાં રાખીને તેમની બેઝિક જરૂરિયાતો પૂરી કરવામાં જોડાઈ ગયા છે. હાલ કેન્દ્ર અને રાજ્ય તરફથી બજેટમાં મતદાતાઓને લોભામણી ભેટ અને યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. આ યોજનાઓમાં ખેડૂતોના ધિરાણ માફ, બેરોજગારોને ભથ્થુ આપવાની સાથે સાથે દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની જાહેરાત પણ કરવામાં આવી રહી છે.
બજેટમાં પોષણ અને આહાર સહાયતા યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અર્તગત 53 લાખ લાભાર્થી પરિવારોને ખાદ્ય સુરક્ષા અંર્તગત ત્રણ રૂપિયાની જગ્યાએ એક રૂપિયામાં કિલો ચોખા આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સકારે ચાના બગીચા વિસ્તારમાં રહેતા ચાર લાખ પરિવારને મફતમાં ભાત આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, ચાના બગીચાના શ્રમીકોને 2 રૂપિયામાં કિલો ખાંડ આપવામાં આવશે.
– આ ઉપરાંત નાણાપ્રધાને તેમની સ્પીચમાં કહ્યું હતું કે, મને જાહેરાત કરતાં ખુશી થાય છે કે, આપણે આપણાં રાજ્યમાં દરેક સમાજની છોકરીના લગ્નમાં એક તોલો સોનુ આપીશું. જેની આજની કિંમત રૂ. 38,000 છે.
– આસામ સરકાર અત્યાર સુધી 12માં ધોરણ સુધી વિદ્યાર્થીઓને ફ્રીમાં પાઠ્ય પુસ્તક આપતી હતી પરંતુ હવે અહીં ડિગ્રી સ્તરના વિદ્યાર્થીઓને પણ ફ્રીમાં બુક્સ આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી – કોલેજ અને યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જમવાના બિલમાં 12માંથી 10 મહિના સુધી રૂ. 700 આપવામાં આવશે.
– બજેટમાં મહિલાઓ માટે ખાસ જાહેરાત: નાણાપ્રધાને બજેટમાં એક નવી યોજના શરૂ કરવાનીજાહેરાત કરતાં કહ્યું કે, 45 વર્ષ કે તેથી ઓછી ઉંમરની મહિલાના પતિના નિધનથી તેને તાત્કાલિક સહાયમાટે રૂ. 25,000 આપવામાં આવશે. તે ઉપરાંત તે મહિલાને 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 250 રૂપિયા પેન્શન આપવામાં આવશે. જ્યાસે 60 વર્ષ પછી તે મહિલાને વૃદ્ધાવસ્થા પેન્શન આપવામાં આવશે.
– અલ્પસંખ્યક સમુદાયની છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા રૂ. 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે.તે સાથે જ અસામિયા મૂળના મુસ્લિમ માટે એક વિકાસ નિગમ બનાવવામાં આવશે જે તેમના વિકાસને લગતા વિવિધ કાર્યક્રમો જોશે.
– મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર ગુરુવારે બજેટમાં રૂ. 4,000નું માસિક બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસે 3000-3,500 બેરોજગારી ભથ્થુ આપવાનો વાયદો કર્યો હતો. તે સાથે કમલનાથ સરકારે બેરોજગાર યુવકોને ઓછામાં ઓછું 100 દિવસનું કામ આપવાની યોજના પણ શરૂ કરવાનું વિચાર્યું છે. ગણતંત્ર દિવસે સીએમ અહીં આ વાયદો કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ સરકાર સોશિયલ સિક્યુરિટી પેન્શન અંર્તગત વૃદ્ધોને મળતું પેન્શન રૂ. 300થી વધારીને રૂ. 600 કરવામાં આવશે.