તપોવન સંસ્કાર પીઠની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ
ભારતમાં ગુરુનું મહત્વ ભગવાન જેટલું હોય છે. બાળ ના ભવિષ્ય બનાવવામાં અને સંસ્કાર સિંચનમાં ગુરુનો મોટો ભાગ હોય છે એ પછી એકલવ્યનું ઉદાહરણ હોય કે કર્ણનું ઇતિહાસ સાક્ષી છે કે ગુરુના આશીર્વાદથી બાળક કેટલું મહાન બને છે પણ બાળક ના સંસ્કાર માટે સંસ્કાર પીઠ પણ મહત્વનું હોય છે જેમાં ચારિત્ર્ય વાન અને બાળ જીવનનું સર્વાંગી વિકાસ કરતું અમિયાપુર ખાતે આવેલું તપોવન સંસ્કાર પીઠ જે પોતાના સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે જેનો સ્થાપનાથી અત્યાર સુધીનો એક જ ઉદેશ રહ્યો કે આવનાર પેઢીને ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષા માટે તાલીમ બદ્ધ કરવાના ધ્યેય થી બાળકોને તૈયાર કરવા સમગ્ર વીતેલા વર્ષ ને એક મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત તારીખ 16 અને 17 તારીખ વૈશ્વિક સંમેલનમાં તપોવન એજ તરનોપાય અને બીજા અન્ય ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરેલ છે જેમાં રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેવનાં છે.
તપોવન સંસ્કારપીઠના રજત જ્યંતી કાર્યક્રમ વિશે જણાવતા કુલપતિ લલિત ભાઈ એ જણાવ્યું કે ભારત રાષ્ટ્ર સાચા ઘડવૈયા ને તૈયાર કરનાર આ તપોવન સંસ્કાર પીઠ પોતાના 25 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે આ સંસ્કાર પીઠ માં ભણી ને તૈયાર થયેલા ડોકટર એન્જીનીયર અભિનેતા એન્કર વગેરે આ કાર્યક્રમ માં ભાગ લેવાના છે. આ 2 દિવસ ના કાર્યક્રમ માં 1200 જેટલા યુવાનો ભાગ લેશે જૈન ધર્મ ના પ્રતિષ્ઠિત વક્તા અને ધર્મ ના સાચા જાણકાર ભાગ લેશે સંસ્થાના મીડિયા કો ઓડીનેટર અભય શાહે જણાવ્યું કે બાળકના પાસ થવાની ચાવી તો દરેક સ્કૂલ માં મળતી હોય છે પણ જિંદગી માં સફળ થવાનો ચાવી તો તપોવન પીઠ માં જ મળતી હોય છે જે છેલ્લા 25 વર્ષ થી સેવા આપી રહી છે.
ફેસબુકમાં ફસાનો છે ,ટ્વીટરમાં ટીચણો છે અને રેસ્ટોરન્ટ માં રિબાણો છે યુવા ધન ને યોગ્ય માર્ગે અને જીવન સફળ બનાવવા માટે પરમ પૂજ્ય આચાર્યશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ ના આશીર્વાદ થી આ કાર્યક્રમ થઈ રહ્યો છે