ગુજરાત

ગુજરાત હાઇકોર્ટે વીજ મીટરના ભાડાં પર લેવાતો 18 ટકા GST કર્યો રદ્દ

ગુજરાત હાઇકોર્ટે મીટરભાડું, મીટર સર્વિસ જેવી પૂરક સેવાઓ પર 18 ટકા જીએસટી રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આ આદેશથી મીટર ભાડાં પરનો જીએસટી વીજળી કંપની લઈ શકશે નહીં અને જે ચાર્જ લીધો હશે તે પણ ગ્રાહકોને પરત કરવો પડશે.ટોરેન્ટ પાવરે વીજળી સપ્લાય ઉપરાંત મીટર ભાડું, મીટરના ટેસ્ટિંગ ચાર્જિસ, નવા કનેકશનના એપ્લિકેશન ફી તેમજ ડુપ્લિકેટ બિલના સર્વિસ ચાર્જ ઉપર જીએસટી લાદતા કેન્દ્ર સરકારના પરિપત્રને હાઉકોર્ટમાં પડકાર્યો હતો. સરકાર પાવર ઉપર જીએસટી નથી નાખતી તો તેની આનુષાંગિક સેવા પર જીએસટી કઈ રીતે લાદી શકે?
ગુજરાત હાઇકોર્ટે આ અપીલને ધ્યાને લઇને ચુકાદો આપતા જણાવ્યું કે, પાવર સપ્લાય અને તેને લગતી આનુષાંગિક સેવાઓને મુક્તિ આપવી જોઇએ. જો મુખ્યસેવા પર જીએસટી ન હોય તો આનુષાંગિક સેવાઓ પણ જીએસટી મુક્ત હોવી જોઇએ. પાવર સપ્લાય કરતી કંપનીઓ અનુષાંગિક સર્વિસ પર જીએસટી લાગે તેવા નિર્ણય રદ કરતો ચુકાદો આપ્યો હતો.

જેથી હવે વીજળી બિલની આનુષાંગિક સેવાઓ પર જીએસટી લાગશે નહીં. જેનો ફાયદો ટોરેન્ટ પાવર તેમજ અન્ય પાવર સપ્લાય કરતી તમામ કંપનીઓને લાગુ પડશે. વધારામાં સરકારે આ સિદ્ધાંતને ધ્યાનમાં લઇને જીએસટી પહેલાં જો સર્વિસ ટેક્સ લેવાયો હોય તો તે પણ રદ કરીને પરત કરવા જણાવ્યું છે. આમ પાવર સપ્લાય કરતી કંપનીઓને મોટી રાહત મળી છે. વર્ષ 2012થી પાવર સપ્લાય કરતી કંપનીઓ દ્વારા ઉઘરાવામાં આવેલો સર્વિસ ટેક્સ અને ત્યાર બાદ જીએસટી લીધો હોય તે ગ્રાહકોને રિફંડ મળશે. આમ આ લાભ પાવર સપ્લાય કરતી કંપનીઓએ ગ્રાહકોને આપવો પડશે. કેન્દ્રના પરિપત્ર મુજબ વીજ કંપનીઓ પૂરક સેવાઓ પર જીએસટી લેતી હતી.

જે ગ્રાહકોને વીજળી બીલ 1 હજાર રૂપિયાનું હોય તેમાં રૂ. 400 મીટર ભાડાના લગાવામાં આવતા હતા. તેના પર 18 ટકા લેખે રૂ. 72 મીટર ભાડું જીએસટી લેવામાં આવતું હતું. આમ ગુજરાતના દરેક વીજળી વપરાશ કરતાઓને ઓછામાં ઓછું દરેક બિલમાં રૂ.72નો ફાયદો થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button