દિલ્હીની કરોલ બાગ હોટલમાં આગથી 17 લોકોના મોત
દિલ્હીની કરોલ બાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં આજે વહેલી સવારે 4.30 વાગે આગ લાગી હતી. આ આગમાં કુલ 17 લોકોના મોત થયા હતા. આગ લાગવાથી જીવ બચાવવા લોકો ચોથા માળેથી કૂદવા લાગ્યા હતા. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે લોકો ઘાયલ થયા છે.મળેલી માહિતી પ્રમાણે મોટા ભાગના લોકોના મોત શ્વાસ રૂંધાવાના કારણે થયા છે. 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયરબ્રિગેટની ટીમના ડેપ્યૂટી ચીફ સુનીલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે હોટલમાંથી 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતાં. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. મળતી માહિતી મુજબ અહીં એક પરિવારે આ હોટલમાં 35 રૂમ બુક કરાવ્યા હતા. આ પરિવાર શહેરના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યાં હતા. આ દુર્ધટનામાં 35 લોકોનાં મોત થયા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.બીજા અને ચોથા માળ પર સૌથી વધુ અસર થઈ છે. આ હોટલમાં બેઝમેંટ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બીજા ચાર ફ્લોર હતા.