Gujarat

નડિયાદમાં દારૂ અને ડાન્સની મહેફિલ માણતી અમદાવાદની યુવતીઓ સહિત 15 લોકો ઝડપાયાા

શહેરના રીંગ રોડ પાસે આવેલા ફાર્મહાઉસમાં અમદાવાદની યુવતીઓ અને નડિયાદના યુવકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસે ફાર્મહાઉસમાંથી 11 દારૂની બોટલ કબ્જે કરી છે. દારૂની પાર્ટી મનાવવા માટે યુવતીઓ અમદાવાદથી નડિયાદ આવી હતી.નડિયાદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે રિંગ રોડ પર હનુમાનપુરા વડ પાસે કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલનુ ફાર્મ હાઉસ આવેલ છે. જે ફાર્મ હાઉસમાં બહારથી મહિલાઓ બોલાવીને મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળી હતી. જેને પગલે ટાઉન પીઆઈ બી. જી. પરમાર અને ટીમે ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો.

જેમાં 8 યુવક અને 7 યુવતીઓ મળી અને બે મોટા સ્પીકર પર ડાન્સ કરી દારૂની મહેફિલ માણતાં ઝડપી લીધા હતા.
પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો

કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલ (રહે.સીવીલ રોડ નડિયાદ), (ફાર્મ હાઉસ માલીક), ચિંતન મહેન્દ્વ પટેલ (રહે. જલસાગર ફલેટ નડિયાદ), હેમંત પ્રફુલ્લ દરજી (રહે.ડુમરાલ નડિયાદ), હરેશ માનસિંહ ચૌહાણ (રહે.દેવદત સોસાયટી નડિયાદ), પ્રિયેશ જગદીશ પટેલ (રહે. પીજ ભાગોળ નડિયાદ),આનંદ પ્રફુલ્લ પટેલ (રહે. ડુમરાલ,દિપક ત્રિવેણી), પ્રસાદ મિશ્રા (રહે.હાથીજણ અમદાવાદ), મોહમદ કાશીક મોહમદ અલી રાજપુત (રહે.બાપુનગર અમદાવાદ)ની પોલીસે ધરપકડ કરી હતી. જયારે પોલીસે મહિલાઓમાં મનહરબા ઉર્ફૈ પિન્કી નટવરસિંહ ડોડીયા (રહે.વસ્ત્રાલ અમદાવાદ), ડિમ્પલ કિશોર કહાર (રહે. રખીયાલ), કાજલ વશરામ પ્રજાપતી (રહે.નરોડા અમદાવાદ), ગુલનાઝ હુસેન શેખ (રહે.રામોલ ગૌશાળા તલાવડી છાપરા), દીપીકા સંજય ત્રિપાઠી (રહે. સુરત ડીંડોલી ફાટકની બાજુમાં),રમીલા ઉર્ફે રેખા મનુ રાવળ (રહે. ચાંદરણી, સમી પાટણ( અને નૂતન ઉર્ફે નીકીતા બીપીન પરમાર (રહે. વાડજઅમદાવાદ)ની ધરપકડ કરી છે.

પોલીસે 11 દારૂની બોટલ, ગ્લાસ, 11 મોબાઈલ, લેપટોપ, સ્પીકર, બાઈક અને ગાડી સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button