ગુજરાત
ગુજરાતમાં પ્રથમ તબક્કે નવરચિત 7 જિલ્લાઓમાં 112 હેલ્પલાઇનનો અમલ કરાશે
ગુજરાતમાં પ્રથમ તબક્કે નવરચિત 7 જિલ્લાઓમાં 112 હેલ્પલાઇનનો અમલ કરાશે, ત્યારબાદમાં સમગ્ર રાજ્યમાં નવીન હેલ્પલાઇનનો અમલ કરવામાં આવશે.
જેનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોઇપણ આકસ્મિક-તત્કાલિન સેવાઓ માટે હવે એકજ રાષ્ટ્રીય ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 ડાયલ કરવાનો રહેશે.
રાજ્યની તમામ ઈમરજન્સી સેવાઓને એક જ નંબર આધારિત સેવાઓ સાથે સાંકળી લેવા માટે રાજયની ઈમરજ્ન્સી સેવાઓ સાથે સંકળાયેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની– ૧૦૮, પોલીસ (ગૃહ)
વિભાગની –૧૦૦, ફાયર- ૧૦૧, મહિલા અને બાળ વિકાસ વિભાગની અભયમ-૧૮૧, મહેસૂલ વિભાગની ડિઝાસ્ટર-૧૦૭૦, ૧૦૭૭ અને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ જેવી ઈમરજન્સી સેવાઓને ડાયલ-૧૧૨ નંબર સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે.
https://www.youtube.com/watch?v=yJbsyXFQbV4&feature=youtu.be