અમદાવાદ
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના 108માં ફાઉન્ડેશન દિવસની ઉજવણી કરાઇ
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના આજે 108માં ફાઉન્ડેશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની 21મી ડિસેમ્બર 1911ના રોજ સોરાબજી પોચખનાવાલા અને ફિરોજ શાહ મહેતાએ તેની શરૂઆત કરી હતી. જે આજ સુધી સફળતા પૂર્વક દેશભરમાં તેની શાખાઓ કાર્યરત છે.
આજે 108માં ફાઉન્ડેશન નિમિતે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની અમદાવાદ ઝોનલ ઓફિસ ખાતે ખાસ મેડિકલ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 108 બોટલ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જ્યારે બેન્કના ગ્રાહકો, બેન્કના કર્મચારીઓ અને જાહેર જનતા માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.
આ ઉજવણીમાં મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશનમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.