હિમસ્ખલન થતાં જવાહર સુરંગમાં ફસાયા 10 પોલીસકર્મી
નવી દિલ્હી : દિલ્હીમાં એરપોર્ટ ઓથિરટીએ જણાવ્યું કે, ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર આવતી-જતી ઘણી ફલાઈટ ઉપર હવામાનની અસર થઈ છે. તેમણે જણાવ્યું કે, ખૂબ ઝડપથી પવન ફૂંકાતો હોવાથી બોમ્બાર્ડિયર અને એટીઆર ફ્લાઈટના માર્ગ બદલવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે જવાહર સુરંગપાસે આવેલી પોલીસ પોસ્ટ પર હિમસ્ખલન થતાં 10 પોલીસકર્મીઓ ફસાઈ ગયા છે. સેના સ્થાનિક લોકોની મદદથી તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી બાજુ દિલ્હી અને તેમની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ અને કરા પડ્યા હતા. હવામાન ખરાબ હોવાના કારણે સાંજે છ થી રાતના 9.45 સુધી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવનારી 38 ફ્લાઈટના માર્ગ બદલવામાં આવ્યા હતા.
પંજાબ-હરિયાણાનું તાપમાન અચાનક ઘટ્યું; કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રક બોર્ડના જણાવ્યાનુસાર, વરસાદ અને તેજ પવનના કારણે દિલ્હીનો એર ક્વૉલિટી ઈન્ડેક્સ ગુરુવારે સુધરીને 171એ પહોંચ્યો હતો, જે બુધવારે 349 હતો. હિમાચલપ્રદેશમાં ભારે વરસાદ તેમજ ઉત્તરાખંડમાં નવેસરથી હિમવર્ષાને પગલે દિલ્હી, પંજાબ-હરિયાણાનું તાપમાન અચાનક ઘટ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, હિમાચલપ્રદેશના શિમલામાં બુધવાર થી ગુરુવાર સુધીના 24 કલાક સુધી બર્ફીલા પવન સાથે સતત વરસાદ પડ્યો હતો. હિમાચલમાં સૌથી વધુ 47 મિમી વરસાદ ચંબામાં પડ્યો હતો, જ્યારે ધર્મશાલામાં 42.8, પાલમપુરમાં 34, કાંગરામાં 25.7, મનાલીમાં 14 અને ડેલહાઉસીમાં આઠ મિમી પાણી પડ્યું હતું. અહીંના લાહૌલ અને સ્પિટીમાં સૌથી ઓછું માઈનસ 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.