અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શૉ નો શુભારંભ કરાવ્યો હતો.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શૉ નો શુભારંભ કરાવ્યો હતો. ફલાવર શૉ થી અમદાવાદીઓને ફુલોની આહલાદકતા માણવાનું નવું સરનામુ મળ્યું છે. શિયાળાનાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરાવતાં વાતાવરણ વચ્ચે અમદાવાદના નગરજનોને ફુલોની સુંદરતાને માણવાનો તથા કુદરતની વધુ નજીક જવાનો અવસર આ ફ્લાવર શૉથી મળ્યો છે.

અમદાવાદીઓ જેની રાહ જોતા હતા તેવો આઠમો ફલાવર શોને આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો. વર્ષ ૨૦૧૩થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પછી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ પહેલાના વર્ષોમાં ફ્લાવર શો નિહાળવા માટે દર્શકોને એક રૂપિયાનો પણ ખર્ચો નહતો કરવો પડ્યો. પરંતુ આ વર્ષે ફ્લાવર શો જોવા માટે તમારે વ્યક્તિદીઠ ૧૦ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે.
https://www.youtube.com/watch?v=ATosC36RC-4&feature=youtu.be
આજથી શરૂ થયેલ ફ્લાવર શોમાં અલગ-અલગ પ્રકારના ફ્લાવર્સ જોવા મળશે. ઓર્કીડ, ઈંગ્લીશ ગુલાબ, કાર્નેશન તેમજ અન્ય ફુલોમાંથી બનાવેલ જીરાફ, બટરફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમિંગો, મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી-પ્લેન, બુલેટ ટ્રેન, ગાંધીજી, ચરખો, ચશ્મા વગેરે જેવી કુલ ૫૦થી વધુ લાઈવ સ્કલપચર જોવા મળશે.