મનોરંજન
પીએમ મોદીથી મળવા પહોંચ્યા બોલીવુડ સ્ટાર્સ, મુલાકાત પાછળનું કારણ આવ્યું સામે
નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક બેઠક બોલાવી છે કે જેમાં બોલીવુડનાં યંગ અભિનેતાઓ અને અભિનેત્રીઓને આવવા માટે કહ્યું છે. આ બેઠક ભારતીય સંસ્કૃતિ અને સમાજ પર પડી રહેલ સિનેમાનાં પ્રભાવ પર ચર્ચાને માટે બોલાવવામાં આવી છે.
આ બેઠક આજે દિલ્હીમાં છે કે જેમાં ફિલ્મ મેકર કરણ જોહરથી લઇને અભિનેતા રણવીર સિંહ સુધી શામેલ થવાનાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકોને લઇને પીએમ મોદી મુંબઇનાં રાજભવનમાં બેઠક કરી ચૂકેલ છે.
આ મિટીંગમાં રણવીર સિંહ અને કરણ જોહર સિવાય આ બેઠકમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમકથા’ની અભિનેત્રી ભૂમિ પેડનેકર, વિકી કૌશલ, વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, રોહિત શેટ્ટી, રાજકુમાર રાવ અને ફિલ્મ ‘બધાઇ હો’નાં એક્ટર આયુષ્માન ખુરાના પણ સામેલ હતા.