ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ નં.1 ની પેટા ચૂંટણીમાં ભાજપ, કોગ્રેસ વચ્ચે જંગ
ધ્રાંગધ્રા વોર્ડ નં. એકના કોંગ્રેસના સુધરાઈ સભ્યે રાજીનામું આપતા ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના એક-એક ઉમેદવારે ફોર્મ ભરતા હવે બન્ને રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો થનાર છે. ધ્રાંગધ્રાના હળવદ રોડ વિસ્તાર વોર્ડ નં. એકના કોંગ્રેસના સુધરાઈ સભ્ય કૌશીકભાઈ પટેલે રાજીનામું આપતા ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તા.12 જાન્યુઆરી ના રોજ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર કચેરીએ ભાજપના ઉમેદવાર જીલાભાઈ એમ. મેવાડા એ પાલીકા પ્રમુખ ધીરૂભા પઢીયાર, કારોબારી ચેરમેન રફિકભાઇ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ જીતુભાઇ ચૌહાણ, સહિત નાઓની હાજરીમાં ફોર્મ ભર્યુ હતુ. જયારે કોંગ્રેસ તરફ થી મુરૂભાઈ જી. કોટડીયાએ સનતભાઈ ડાભી. કુલદિપસિહ ઝાલા, મયોદીનભાઇ દિવાન, અલ્પેશભાઇ પટેલ સહિત નાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતુ. ફોર્મ ભરવાના અંતીમ દિવસે બન્ને રાજકીય પક્ષોના ઉમેદવારે જ ફોર્મ ભરતા બન્નેવચ્ચે સીધો જંગ થવાની શકયતા છે. પેટા ચૂંટણીમાં તા. 15 જાન્યુઆરીના રોજ ફોર્મની ચકાસણી અને તા. 16ના રોજ તારીખ ફોર્મ પાછા ખેંચી શકાશે. વોર્ડ નં. 1ની ખાલી પડેલ જગ્યા માટે તા. 27ના રોજ મતદાન અને તા. 28ના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. પેટા ચૂંટણીને લઇને ધ્રાંગધ્રા શહેરમાં રાજકારણ ગરમાયુ છે.