અમદાવાદ
ગુજરાત પોલીસ લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા લેવાય તેના અમુક કલાકો પહેલા જ પેપર લીક થઇ ગયું હતું
9 હજાર જેટલી જગ્યાઓ માટે અંદાજે 9 લાખ ઉમેદાવારો પરીક્ષા આપવા આવ્યા હતા. આ ઉમેદવારોના સપના ચકનાચૂર કરનારા ચાર આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જેમાં વાયરલેસ પીએસઆઈ પીવી પટેલ, હોસ્ટેલની મહિલા રેક્ટર રૂપલ શર્મા, મનહર પટેલ અને મુકેશ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ-406, 420, 409 અને 120-બી મુજબ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. સીઆઇડી ક્રાઇમ એસ.પી અને પોલીસ ભરતી બોર્ડના સભ્ય વિરેન્દ્રસિંહ યાદવ ફરિયાદી બન્યા છે. ઉલ્લેખનીય છે કે 8,76,356 લાખ ઉમેદવારો રાજ્યની 2,440 શાળા/કોલેજોમાં ફાળવેલા કેન્દ્રો પર પરીક્ષા આપવા પહોંચી ગયા હતા.