દેશવિદેશ
‘એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોણ બનશે સીએમ?
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જે રીતે કોંગ્રેસે જબરદસ્ત કમબેક કરી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે તેનો શ્રેય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓ, ખેડૂતો, નાના દુકાનદારો અને નાના વેપારીઓને આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે હવે આ રાજ્યોમાં બદલાવનો સમય છે અને પાર્ટી આ દિશામાં કામ કરશે. વળી, જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યુ કે શું આ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગીમાં પાર્ટીની અંદર ટકરાવ જોવા મળશે તો રાહુલે કહ્યુ કે આ બહુ જ સરળતાથી થશે અને કોઈ પણ પ્રકારનો ટકરાવ જોવા મળશે નહિ.