અમદાવાદ

અમદાવાદ: કેન્સરથી પત્નીનું મોત, પતિએ તમાકુ છોડવાની પડીકીઓ વહેંચી આપી શ્રદ્ધાંજલિ

<દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાઝે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.

ટ્રક અને બસ ઓપરેટર્સ એસોસિએશનની મુખ્ય માગ પેટ્રોલ અને ડીઝલના રોજે-રોજ વઘતા-ઘટતા ભાવ છે. જેના પગલે તેઓ રોજ પોતાના દર વધારી કે ઘટાડી શકતા નથી. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાની માગ છે. આ ઉપરાંત ટોલ ટેક્સ સમાપ્ત કરવાનો પણ સરકારે વાયદો કર્યો હતો. સરકાર 365 ટોલ પ્લાઝા પરથી દર વર્ષે 18 હજાર કરોડનો ટોલ ટેક્સ વસુલે છે. દેશમાં ટોલ પ્લાઝા પર ટ્રક ઉભી રહે તેનાથી 98 હજાર કરોડ રૂપિયાનું ઈંધણ બરબાદ થાય તેવો સરકારી આંકડો છે. ત્યારે ટ્રક ઓપરેટર્સ ઈચ્છે છે કે સરકાર ડીઝલ પર એક રૂપિયો ટોલના નામે લે તો તેનાથી 18 હજાર કરોડથી અનેકગણી આવક મળશે. અને ટોલ વસુલવાનો ખર્ચ પણ નહીં કરવો પડે. આ સાથે જ અન્ય મુખ્ય માંગ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ અંગેની છે. જેનું પ્રિમીયમ દર વર્ષે વધારી દેવાય છ, અને સરકાર તેના પર 18 ટકા જીએસટી લગાવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button